રાજકોટ
રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોક નજીક અંકુરનગર મેઇન રોડ પર શનિવારે રાત્રે એક શખસ જાહેરમાં છરી લઇને એક યુવકને ધમકાવતો હતો, હાથમાં છરી અને જાેરજાેરથી ગાળો ભાંડતા આ શખસે થોડીવાર માટે એ વિસ્તારમાં ભયનું લખલખું ફેલાવી દીધું હતું, જાેકે એક જાગૃત નાગરિકે આ શખ્સના કરતૂતનો વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો ફરતો થતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વીડિયોમાં દેખાતો શખ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેની રામવિહાર સોસાયટીમાં રહેતો પારસ ભાવસીંગ બરેડિયા (ઉ.વ.૨૨) હોવાનું ઓળખી તેને છરી સાથે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે શીવનગર શેરી નં.૭માં આશાપુરા મકાનની સામે ગોંડલ રોડ પર રહેતા પ્રભાત મોહનભાઇ મિયાત્રાના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં ૨૦ શખસને રોકડા રૂ.૧,૦૫,૯૦૦, ૧૭ મોબાઇલ (કિંમત રૂ.૭૧,૦૦૦) અને ૨ બાઇક (કિંમત રૂ.૬૦,૦૦૦) મળી કુલ રૂ.૨,૩૬,૯૦૦નો મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. ગોકુલ મથુરા પાછળ યોગીરાજનગર મેઇન રોડ માધવ-૩ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૨૦૧માં રહેતાં નિરવ ચંદુભાઇ કુકડીયા નામના શખ્સે ઘરમાં જુગારધામ ચાલુ કર્યાની બાતમી મળતાં ન્ઝ્રમ્ ઝોન-૨ ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડી ઘરના માલિક નિરવ ચંદુભાઇ કુકડીયા, દિનેશ નારણભાઇ ચાંડેગ્રા, ભરત રામજભાઇ કુકડીયા, નયન મનસુખભાઇ લાડવા, રાકેશ પરષોત્તમભાઇ નેના, હિમાંશુ પરષોત્તમભાઇ નેના અને કિરીટ કાનજીભાઇ છાયાને પકડી રોકડ રકમ રૂપિયા ૩૨,૪૫૦ની રોકડ કબ્જે કરી છે.
