Gujarat

રાજકોટમાં વાહન અથડાતા યુવકે કારચાલકને મારમાર્યો અને હવામાં ફાયરિગ કર્યું

રાજકોટ
રાજકોટ જાણે ક્રાઇમનું એપી સેન્ટર બનતું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં માધાપર ચોકડી પાસે વાહન અથડાતા યુવકે કાર ચાલકને ટપાર્યો તો ૫ લોકોએ હુમલો કર્યો હતો. અને રિવોલ્વર તાકી હવામાં ફાયરિંગ કર્યું હતું. ગાંધીગ્રામ પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસની કલમો દાખલ કરી યુવકની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આડેધડ આપેલા લાઇસન્સથી સામન્ય પ્રજા પરેશાન થઈ હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફરિયાદી યુવક સતીશ ઉર્ફે હરેશ રાઠોડે આક્ષેપ લગાવ્યો છે કે, આરોપીઓએ હવામાં રિવોલ્વરના ૪ રાઉન્ડ ચલાવ્યા હતા. આ ઘટનામાં ફરિયાદીએ જણાવ્યું અનુસાર તે ઘરે જતો હતો તે દરમ્યાન રોંગ સાઇડથી આવતા છોટા હાથી વાહન સાથે અથડાતા બાદ માથાકૂટ થતા સચિન બાબરીયા , દીપક બાબરીયા, યુવરાજસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ચુડાસમા, વીરભદ્રસિંહ જાડેજા સહિત ૫ જેટલા શખ્સોએ યુવકને ઢોર મારમાર્યો હતો.ર્ જેમાંથી યુવરાજસિંહ ચુડાસમાએ યુવકને રિવોલ્વરથી માથામાં માર મારતાં યુવક ભાગવા લાગતા તેના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે પાંચ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પોલીસના સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે. હાલ ઘવાયેલ યુવકને માથામાં ગંભીર ઇજા થતાં હાલ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો છે.

Five-people-attacked-and-fired-into-the-air-with-revolvers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *