Gujarat

રાજકોટમાં સીએમના રોડ શોમાં હાજર વધુ એક નેતા પોઝીટીવ

રાજકોટ
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં થતો ઉછાળો ભયજનક સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ૮મીને શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં ૧૬૬ અને ગ્રામ્યમાં કેસના વધારા સાથે ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ૯મીને રવિવારના રોજ શહેરના કેસમાં ૨૮ આંકનો વધારો થતા ૧૯૪ અને ગ્રામ્યના કેસમાં ૩૧ આંકનો ઘટાડો થતા ૬૦ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ ૨૫૪ અને કુલ સંક્રમિત દર્દીની સંખ્યા ૧૪૪૪ થઇ છે. શહેરમાં ૬૨ અને ગ્રામ્યમાં ૧૫ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે, ત્યારે ૯મીને રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ૨૧, પડધરીમાં ૪, લોધિકામાં ૩, ગોંડલમાં ૧૬, કોટડાસાંગાણીમાં ૩, ધોરાજીમાં ૬, ઉપલેટામાં ૨, જામકંડોરણામાં ૩, જસદણમાં ૨, જૂનાગઢમાં ૪૭, મોરબીમાં ૨૯, અમરેલીમાં ૨૪, ગીર સોમનાથમાં ૯, પોરબંદરમાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૧૨, જામનગરમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના કેસમાં વધારો થતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે. ગ્રામ્યમાં ૨૫૪ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ ધોરાજીમાં ૧૩૮ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જાે કે, મોટાભાગના દર્દીઓ હોમઆઈસોલેટ કરાયા છે. ૮મીને શનિવારે મારવાડી યુનિવર્સિટીની ૨૩ વર્ષીય વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તા.૯ને રવિવારે ફરી ટેસ્ટ કરતા ઓમિક્રોન નેગેટિવ થતા રાજકોટમાં અત્યારે એક પણ કેસ ઓમિક્રોન પોઝિટિવ નથી.રાજકોટમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જ્યાં આજે ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલ ભાજપના બન્ને નેતાઓ હોમ આઇસોલેટ થયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ભારદ્વાજ પણ કોરોના પોઝિટિવ નોંધાય હતા. તાજેતરમાં ૩૧ડિસેમ્બરના રોજ યોજાયેલા ઝ્રસ્ના રોડ શોમાં નીતિન ભારદ્વાજ અને મનીષ ચાંગેલા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે ઝ્રસ્નો રોડ શો કોરોના સ્પ્રેડર બની રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *