Gujarat

રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાડ ઝડપ્યું

રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જામનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર રંગપર ગામના પાટિયાની સામેના ભાગે જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દિનેશભાઇ સવાભાઇ ખાંભરા પોતાના માણસો સાથે મળી હાઇવે ઉપરથી આવતા-જતાં ગેસના ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરોને ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં ટેન્કર સાથે લઇ આવી, ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. જે આધારે રેડ કરતા નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ગેસના ટેન્કરમાંથી સિલિન્ડરમાં ગેસ ભરવાનું ચાલુ હતું. જે તાત્કાલિક બંધ કરાવી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દિનેશ ખાંભરા, સાગર ગોહેલ, સિંધાભાઇ વરુ, મુકેશ ગુપ્તા, મહેશ ચાવડા, ગોરધન ડાભી અને સિંધા ભુંડીયા સહિત કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી ૨૪ નંગ ગેસ સિલિન્ડર કિંમત રૂપિયા ૪૮૦૦૦, નોઝલ ફિટ કરવા ૫ પાઇપ કિંમત રૂપિયા ૫૦૦૦, એક ગેસ ભરેલ આઇસર કિંમત રૂપિયા ૪૧,૫૦,૮૦૦, એક બોલેરો કાર કિંમત રૂપિયા ૫ લાખ સહીત કુલ ૪૯ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જગ્યા ઉપરથી મળી આવેલા શખ્સો પૈકી દિનેશભાઇ સવાભાઇ ખાંભરાની પૂછપરછ કરતા તેને આ જગ્યા ગેસ રિફિલિંગ માટે દિનેશભાઇ ફાંગલીયા પાસેથી દર મહિને ૩૦,૦૦૦ ભાડેથી રાખેલ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પોલીસે રેડ દરમિયાન ટેન્કર ડ્રાઇવર મુકેશકુમાર રામરાજ ગુપ્તાની પણ ધરપકડ કરી હતી. ગેરકાયદે ગેસ રિફિલિંગમાં કોને કેટલા રૂપિયા મળતા હતા અને કેટલા સમયથી ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવતું હતું સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરમાંથી બારોબાર ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. રાજકોટના પડધરી નજીક રંગપર પાટિયા પાસે જવાહર નવોદય વિદ્યાલય પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર રીતે થતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે રેડ દરમિયાન ગેસ ભરેલ ટેન્કર, ૨૪ ગેસ સિલિન્ડર સહિત કુલ ૪૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૭ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *