રાજકોટ
આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં મૂળ બિહારના બે શખસે કોઠારીયા વિસ્?તારમાં રહેતી ૧૨ વર્ષની બિહાર પંથકની જ એક કિશોરીને હવસનો શિકાર બનાવી છે. બંનેએ અલગ અલગ રીતે કિશોરી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્?કર્મ આચરતા આ કિશોરીના પેટમાં સાતેક મહિનાનો ગર્ભ રહી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. જેમાં એક ૨૨ વર્ષનો અને બીજાે ૨૪ વર્ષનો શખસ છે. ત્યારે સગીરાના પેટમાં રહેલુ બાળક કોનું? એ જાણવા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. કોઠારીયા રોડ વેલનાથપરામાં રહેતાં અને મજૂરી કરતાં બિહારના વરૂણ શ્રીપ્રદિપ ઠાકુર અને આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક ૧માં શ્રેયસ સ્?કૂલ પાસે રહેતાં બિહારના અમનસિંગ રાઘવેન્?દ્ર રાજપૂત સામે આઈપીએલ ૩૭૬(૨), (એન), ૩૭૬(૩), ૧૧૪ તથા પોક્?સો એક્?ટ ૫(જે) (૨) તથા ૬ અને એટ્રોસિટી એક્?ટની કલમ હેઠળ ગુનો નોંધ્?યો છે.રાજકોટના કોઠારિયા રોડ પર વેલનાથપરા વિસ્તારમાં બે શખસે ૧૨ વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. મારે બે સંતાન છે અને છૂટક મજૂરી કરું છું. દીકરો પણ મજૂરીએ જાય છે. પતિની તબિયત સારી ન રહેતી હોઇ એ વતનમાં જ રહે છે. બે દિવસ પહેલા મારી દીકરી કે જેની ઉમર અધારકાર્ડ મુજબ ૧૨ વર્ષ ૩ મહિના જેટલી છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતાં તપાસ કરાવતાં તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્?યું હતું. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્?યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે. આ બંનેએ અલગ અલગ રીતે પોતાને લલચાવી ફોસલાવી હતી અને મોટેભાગે પોતે ઘરે એકલી હોય ત્?યારે ઘરે આવી અવાર-નવાર છેલ્લા દોઢ વર્ષના ગાળામાં શરીર સંબંધ બાંધી લીધો હતો. આ બંનેને ના પાડવા છતાં મરજી વિરૂદ્ધ ઘરમાં આવી જઇ પરાણે બળજબરીથી બળાત્કાર ગુજારી લેતાં હતાં. આ વિગતોને આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. કિશોરીના પેટમાં સાત માસનો ગર્ભ છે એ વરૂણ થકી રહ્યો કે અમનસિંગ થકી? એ જાણવા પોલીસ ડીએનએ ટેસ્?ટ કરાવશે. આજીડેમ પોલીસ મથકના ઁૈં વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્?મીતભાઇ વેશ્નાણી સહિતે ગુનો નોંધ્?યો છે. એટ્રોસિટીની કલમ પણ સામેલ હોઇ આગળની તપાસ એસસી-એસટી સેલના એસીપી દ્વારા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ પોલીસે સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


