રાજકોટ
વેરા-વસુલાત શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા કુલ-૨ મિલકતોને સિલ કરી ૧૭ યુનિટને જપ્તીની નોટીસ આપી રૂ.૮.૭૦, વેસ્ટ ઝોન દ્વારા ૧ મિલકતને સિલ કરી રૂ.૧૦.૨૦ લાખ અને ઈસ્ટ ઝોન દ્વારા ૪ મિલકતોને સિલ કરી ૧૮ યુનિટને જપ્તીની નોટીસ આપી રૂ.૫૬.૬૦ લાખની રીકવરી કરી છે. હાલ મનપાએ બે નવા સેલ ઊભા કર્યા છે જેમાં રિકવરી સેલ અને એસેસમેન્ટ સેલનો સમાવેશ થાય છે. જાેકે આ બંને સેલ માટે મહેકમ વધારાયું નથી પણ બદલીઓ કરી દઈ અન્ય વિભાગના સ્ટાફમાંથી કર્મચારીઓ ઓછા કરાયા છે. સત્તાધીશોના જણાવ્યા અનુસાર રિકવરી સેલમાં આસિસ્ટન્ટ મેનેજર, ટેક્સ ઇન્સ્પેક્ટર, ડિમાન્ડ ક્લાર્કો તથા સુરક્ષા કર્મચારીઓ હશે. જેની કામગીરી વોર્ડની તમામ મિલકતોનો મિલકત વેરો નિયમિત રીતે ભરપાઈ થાય છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત રિકવરી સમયે મિલકતોની ફેર આકારણી હોય તો તે એસેસમેન્ટ સેલને સૂચવવાનું રહેશે. જ્યારે એસેસમેન્ટ સેલમાં વોર્ડ ઓફિસર, ટેક્સ ઇન્સ્પેક્ટર/ટેક્નિકલ આસિસ્ટન્ટ, વોર્ડ ક્લાર્ક, ડિમાન્ડ ક્લાર્ક હશે આ સેલની કામગીરી નવી મિલકતોની આકારણી કરવાની તેમજ ભોગવટાની મિલકતોની આકારણી તેમના પ્રકાર મુજબ જ થઇ રહી છે તે નક્કી કરવાનું રહેશે.હાલ રાજકોટ મહાનગરપાલિકાની મિલકત સિલિંગ ઝુંબેશ શરુ છે. જ્યાં આજે મનપાની વેરાની વસૂલાત શાખાએ ૭ મિલકતો સિલ કરી રૂ.૭૫.૫ લાખની રિકવરી કરી છે અને કુલ ૩૫ યુનિટને જપ્તીની નોટીસ ફટકારી છે.
