Gujarat

રાજપીપળામાં એચઆઈવી પીડિતોને દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું

નર્મદા
નર્મદા જિલ્લામાં ૩૫૦થી વધુ એચઆઇવી પીડિતો છે. જે પૈકી અમુકનાં મૃત્યુ પણ થયા છે. પરંતુ જે હાલ જીવિત છે એ પૈકી મોટાભાગના પીડિતો ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિસ્થિતિ ધરાવતા હોય તેમને સંસ્થા દ્વારા સમયાંતરે ન્યુટરિસ્યન કીટ, કપડાં સહિત જરૂરી વસ્તુઓનું વિતરણ કરાય છે. ત્યારે હાલ દિવાળી પર્વ નિમિત્તે રાજપીપળાની અન્નપૂર્ણા ફાઉન્ડેશનનાં સંચાલક કલ્પેશભાઈ મહાજન કે જેઓ નર્મદા જિલ્લામાં અનેક સેવા કર્યો કરતા આવ્યા છે. ત્યારે હાલ તેમની સંસ્થા દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫ જેટલા એચઆઇવી પીડિતોને મીઠાઈ અને ફરસાણ વિના મૂલ્યે આપી દિવાળી ટાણે મો મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડો. જ્યોતિબેન ગુપ્તાએ એચઆઇવી પીડિતોને ખાસ જાણકારી આપી કોઈપણ તકલીફ હોય તો ધ્યાન દોરવા જણાવ્યું હતું. વિતરણ કાર્યક્રમમાં રાજપીપળા સિવિલમાં કાર્યરત આઇ.ટી.સી.ટીનાં કાઉન્સિલર સંદીપભાઈ પટેલ, એઆરટી સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો. પ્રેરક આનંદ, જીગ્નેશભાઈ પરમાર, નીલમબેન વસાવા, ખુબીબેન દેસાઈ, વિહાન પ્રોજેક્ટના ગીતાબેન પટેલ, જયંતીભાઈ વસાવા, સ્વેતના પ્રોજેક્ટનાં હેતલબેન ખત્રી તથા અન્નપૂર્ણા ફાઉન્ડેશનનાં કલ્પેશ મહાજન અને ભવ્યતાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *