Gujarat

રાજુલા  ટાઉન  વિસ્તારમાં  જાહેરમાં  હારજીતનો  જુગાર  રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૯,૮૦૦/- સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક *શ્રી હિંમકરસિંહ સાહેબ* *તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી* *એચ.બી.વોરા* *સાહેબ* નાઓએ  અમરેલી  જીલ્લામાંથી  જુગાર/દારૂની  બદી  દુર  કરવાં  માટે  સઘન  પેટ્રોલીંગ  રાખી  તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,
           જે અન્વયે  પો.ઇન્સ શ્રી  એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની  સુચના  અને  માર્ગદર્શન નીચે રાજુલા   પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા એમ.પી.
ગાજીપરા તથા  સર્વેલન્સ સ્કોડના  બી.એસ.ચોવટીયા તથા  પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતાનાઓએ રાજુલા ટાઉન શાખડાની ધાર  વિસ્તારમાં જાહેરમાં  હારજીતનો  જુગાર  રમતા ૦૭
 ઇસમોને રોકડા  રૂ.૧૯,૮૦૦/-ના  મુદામાલ  સાથે પકડી પાડી  તેઓના  વિરૂધ્ધમાં રાજુલા  પો.સ્ટે.માં  જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*-
(૧) સલીમશા અલ્લારખશા કનોજીયા  (૨) કાદરશા  અલ્લારખશા  કનોજીયા (૩) જ્યસુખભાઇ સવાભાઇ રાઠોડ (૪)અબ્દુલભાઇ  ભીખુભાઇ  કુરેશી (૫) આશીફશા બાબુશા કનોજીયા (૬) હારૂનભાઇ સુમારભાઇ બુકેરા (૭) બહાદુરભાઇ કાદરભાઇ કનોજીયા રહે.તમામ રાજુલા જિ.અમરેલી
*પકડાયેલ મુદામાલની વિગત-*
રોકડા રૂ.૧૯,૮૦૦/- નો મુદ્દામાલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221008-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *