Gujarat

રાજુલા ટાઉનમાંથી બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮ કુલ કિં.રૂ.૨,૪૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

                 અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ આગામી સમયમાં હોળી ધુળેટીનો તહેવાર આવતો હોય જેથી અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ના હેડ કોન્સ.ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા છતડીયા રોડ એસ.ટી વર્કશોપ સામેથી તથા ડોળીના પટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૦૮ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
 *પકડાયેલ આરોપીઓ*
* રણજીતભાઇ માણકુભાઇ વાળા ઉ.વ.૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા ગોકુળ નગર કોહીનુર હોટલની સામે પુંજા એપાર્ટમેન્ટ રૂમ નં-૨૦૪ જી.અમરેલી
* ગીરીશભાઇ જેઠાભાઇ સોલંકી  ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે.રાજુલા ડોળીનો પટ તા.રાજુલા જી.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલ*
* ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની IMPERIAL BLUE HAND PICKED GRAIN તથા ROYAL STAG CLASSIC WHISKY ૭૫૦ MLની બોટલ નંગ-૦૮ કિ.રૂ.૨,૪૦૦/-
               આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ તથા UHC ભરતભાઇ મુહાભાઇ તથા PC રોહીતભાઇ કાળુભાઇ તથા તથા PC ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા PC ભરતસિંહ લાખાભાઇ તથા PC પરેશભાઇ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220312-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *