Gujarat

રાજુલા તાલુકાના રાજપરડા ગામે યોજાયો રક્તદાન કેમ્પ  

 ગિરગઢડા
    ભરત ગંગદેવ…
રાજુલા તાલુકા રાજપરડા ગામે આજરોજ એક ભવ્ય રક્ત દાન કેમ્પ યોજાયો જેનું મુખ્ય આયોજન રાજુલા જે એ સંઘવી હાઇસ્કુલ રાજુલાના એન.એસ.એસ યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવેલજેમાં શ્રી નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવા નો મુખ્ય સહયોગ મળેવા  પામેલ ઉપરોક્ત કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલી તેમજ રાજપરડા ગ્રામ પંચાયત તેમજ રાજપરડા પ્રાથમિક શાળા પરિવાર તેમજ રાજુલા શ્રી જે સંઘવી શાળા પરિવાર આ કાર્યક્રમમાં સહયોગી રહેલો આ કાર્યક્રમ 9:00 દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવેલ અને જેમાં આજરોજ આ કેમ્પમાં 35 બોટલ લોહો એકત્રિત થવા  પામેલ ગ્રામ્ય વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોની લોક જાગૃતિ કેળવાય જે હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પ નાના એવા ગામમાં રાખવામાં આવેલ ત્યારે આજનો કાર્યક્રમ ખુબજ સફળતાપૂર્વક સફળ થવા પામેલ આ સમગ્ર કાર્યક્રમમાં સૌ કોઈ નામી અનામી લોકોએ સહકાર આપ્યો છે ત્યારે આ બાબતે રાજુલા જે એ સંઘવી સ્કૂલના     ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ લહેરી, તેમજ આચાર્ય જે.એમ.વાઘ સાહેબ અને N.S.S  કોઓર્ડીનેટર એમ.એમ.નિમાવત સાહેબ તમામ નો આભાર વ્યક્ત કરેલ

IMG-20220313-WA0350.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *