વિક્રમ સાખટ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે સેકડેમ મા બિનકાયદેસર ઈંટો ના ભઠ્ઠીઓ બનાવી ડેમને બુરી દેવામાં આવ્યો છે ગૌચર જમીન ઉપર કબજો જમાવી બીન કાયદેસર ઈટો ના ભઠ્ઠીઓ તેમજ ફરતું તાર ફેન્સિંગ કરીને જગ્યા નો કબ્જો જમાવી દીધો છે ઈંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા હોય અને ગામની નજીક હોવાથી ખુલ્લી જગ્યાએ હોવાથી વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યુ છે જે આરોગ્ય માટે હાનિકારક હોય જેથી ગામલોકના આરોગ્ય જોખમાય તેવી શક્યતા રહેલી છે તેમજ જે ભઠ્ઠા ધમધમી રહ્યા છે તે સરકારી ગૌચર જમીન હોય અને ભાથાભારે તત્વો દ્વારા જમીનનો કબ્જો કરેલ છે તો આવા માથાભારે ઈસમો સામે સરકારી ગૌચરની જમીન ખુલ્લી કરાવી અને વાયુ પ્રદૂષણ ફેલાવાય છે તે બંધ કરવું અને સરકારી જમીનનો બિનકાયદેસર કબ્જો કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ઈંટો નો ભઠો સરકારી તળાવ માથી બંધ કરવામાં આવે અને તળાવમાં પાણી નો સંગ્રહ થય શકે અને ઈંટોના ભઠ્ઠા ની સામે ની સાઈટ મા બે વિઘા જમીનમાં માથાભારે તત્વો દ્વારા ફરતું તાર ફેન્સિંગ કરીને ગૌચરની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તે દુર કરવા મા આવે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…


