રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પી આઈ તરીકે ફરજ બજાવતાં એમ.એ.દેસાઈ ને
બગસરા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુનો બગસરા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ. બગસરા શહેરમાં ફરીયાદીની છોટા હાથી ગાડી રજી.નં UP-14-FT-6380 માથી ઇલેકટ્રીક ચિજ
વસ્તુઓ કિમત રૂપિયા ૧૭૭૦૦૦(અંકે રૂપિયા એક લાખ સીતીયોતેર હજાર) ની ચોરી થયેલ ઉપરોકત અનડીટેક ગુનાના આરોપી ફારૂકભાઇ હનીફભાઇ સાહમદાર રહે, બગસરા વાળાને તેના રહેણાંક મકાનેથી ચોરીના તમામ મુદામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. આમ તમોએ ઉપરમાં જણાવ્યા અનુસારની સારી કામગીરી કરેલ છે. જે બદલ અભિનંદન સહ આ “પ્રશંસાપત્ર” પાઠવા માં આવ્યું
અમરેલી જીલ્લા એસ.પી. હિંમકરસિંહ દ્વારા પ્રશાંતપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.તેમજ રાજુલાના પી.આઇ. એ.એમ.દેસાઇ સહીત પોલીસ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


