Gujarat

રાજુલા પોલીસ સ્ટેશનમાં હેંડ.કોન્સ તરીકે ફરજ બજાવતાં ભરતભાઈ વાળાને સુંદર કામગીરી કરવા બદલ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રશાંતપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે હેંડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ભરતભાઇ મુહાભાઇ વાળાએ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન શહેરના ખડપીઠ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના આરોપી પાસેથી આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન કુલ ૯૩,૯૯૯ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરાયો હતો. તેમજ વિજપડી થી રાજુલા રોડ પર ચાલીને જતા હતા ત્યારે આરોપીઓ દ્વારા ફોરવીલ ગાડીમાં લિફ્ટ આપી ઉતરવા સમયે ફરિયાદીએ પહેરેલ બટન નંગ:-૩ કુલ ૩૬,૦૦૦ ની ચિલ ઝડપ કરી નાસી છૂટેલા આરોપીને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરી સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. જેને લઇને અમરેલી જીલ્લા એસ.પી. હિંમકરસિંહ દ્વારા પ્રશાંતપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.તેમજ રાજુલાના પી.આઇ. એ.એમ.દેસાઇ સહીત પોલીસ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220815-WA0123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *