Gujarat

રાજુલામાં બદલાયેલા વાહનો મુળ માલીકને સી.સી.ટી.વી કેમેરાની મદદથી તથા ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ દ્રારા  સર્ચ કરી પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ

ગઇ તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ ૧૪/૦૦ વાગ્યાની આસપાસ રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે રહેતા વિષ્ણુભાઇ વજુભાઇ ચૌહાણ પોતાનું ડીસ્કવર મો.સા રજી નં.GJ-14-AB-8794 નું લઇને ખરીદી કરવાં માટે રાજુલા આવેલ જે મોટર સાયકલ પોતાએ રાજુલા એકસીસ બેંકની સામે પાર્ક કરી ખરીદી કરવાં માટે ગયેલ અને ખરીદી કરી થોડા સમય પછી પરત આવતા પોતાએ પોતાનું મો.સા મળી આવેલ નહીં અને આજુબાજુમાં તપાસ કરવાં છતાં પોતાનું મોટર સાયકલ મળેલ ન હોય જેથી ફરીયાદી પોલીસ સ્ટેશન આવેલ હતા.
            મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓએ મિલ્કત સંબધી બનતા ગુન્હાઓમાં સંવેદનશીલતા દાખવી ત્વરીત પગલાં લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
             જેથી બનાવની ગંભીરતા સમજી પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇએ ટાઉન બીટના પોલીસ સ્ટાફને બનાવવાળી જગ્યાએ જઇ ત્યાં પડેલ અન્ય મો.સાના નંબરો પોકેટ કોપથી સર્ચ કરવાં તથા સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવાં જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે અંગે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ એમ.વાળા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓએ આજુબાજુમાં પાર્ક કરેલ અન્ય મો.સા.ના રજી નંબરો ઇ-ગુજકોપ પોકેટ કોપ દ્રારા સર્ચ કરી તેમજ આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરતાં આ કામે ગયેલ મો.સા એક વ્યકિત મોબાઇલ ફોનમાં વાત કરતાં કરતાં ચાવી લગાડી લઇને જતો દેખાતું હોય તેમજ એકસીસ બેંકની બાજુમાં થોડે દુર એક ડીસ્કવર મોટર સાયકલ બિન વારસી હાલતમાં પડેલ હોય જેના રજી નંબર પોકેટ કોપથી સર્ચ કરતાં તેમજ સી.સી.ટી.વી કેમેરામાં દેખાતા વાહન ચાલકની નાગરીકો પાસે તપાસ કરતાં/કરાવતા આ વાહન ચાલક રાજુલામાં રહેતા જગદીશભાઇ અશોકભાઇ નારીગરા રહે.રાજુલા વાળા હોવાનું અને તેઓએ પોતાનું મો.સા રજી નં.GJ-15-MM-4375 નું ત્યાં પાર્ક કરી ભુલથી ઉ૫રોકત મો.સા લઇ ગયેલ હોવાનું જણાઇ આવતા ઉપરોકત બન્ને મો.સાના R.T.O લગત કાગળો ખરાઇ કરતાં બન્ને મો.સાના માલીકોને બોલાવી તેમના પોત પોતાના વાહનોનો કબ્જો પરત સોંપી આપી સરાહનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં રાજુલાના વેપારી ભાઇઓ તથા નાગરીકોનો સહકાર મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221207-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *