અમરેલી
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના વેપારી સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની પુણ્યતિથીએ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત રાજુલાના વૃદ્ધાશ્રમ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૦૦ લોકોએ રક્તદાન કર્યુ હતુ, કેમ્પ પૂર્ણ થયા બાદ બગદાણા ગુરૂ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાની રક્તતુલા કરવામાં આવી હતી. ઉષામૈયા-શિવ દરબાર આશ્રમ કાનાતળાવ, નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસજી બાપુ, ભક્તિરામ બાપુ-માનવ મંદિર સાવર કુંડલા, મનસુખદાદા સહીતના સાધુ સંતો ઉપરાંત રાજુલાના પી.આઈ, જીજ્ઞેશ પટેલ, હરસુર લાખણોત્રા, ચેતન શિયાળ, બકુલ વોરા, દિવ્યેશ વેકરીયા, રાકેશ નાકરરાણી સહીતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ-વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આવા સુંદર આયોજન બદલ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયાને અભિનંદન આપ્યા હતા આ કેમ્પમાં દરેક રક્તદાતાઓને ૫ અલગ-અલગ ભેટ આપવામાં આવી હતી અને કેમ્પ પૂર્ણ થયા બાદ લક્કી ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં જયદીપ કરશનભાઈ ચૌહાણ વિજેતા થયા હતા. તેમને રૂ. ૨૧૦૦ રોકડા, ૧૦ ગ્રામ ચાંદીનો સિક્કો અને પરીવાર સહીત દર્શન હોટલમાં ડિનર આપવામાં આવ્યું હતું.


