માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ભારત સરકારના યુવા પ્રવૃત્તિ તેમજ રમતગમત મંત્રાલય દ્રારા તૃતીય રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત પ્રથમ જિલ્લા સ્તરે ત્યારબાદ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય યુવા સંસદનો અભિનવ મંચ પર દેશના યુવાઓને વિવિધ વિષયો પર પોતાની સ્થાનિક વાસ્તવિક સમસ્યાઓ અને ભારત સરકારની વિવિધ યોજનાઓ આમ જનતા સુધી ઉજાગર કરવાનો અવસર પ્રાપ્ત થાયતેવા ઉમદા હેતુથી તા.૨૮/૦૨/૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ તમામ રાજ્ય સ્તરે ભાગ લેનાર યુવાઓને શુભકામનાઓ પાઠવી સ્પર્ધાની શરૂઆત કરાવેલ સ્પર્ધામાં ભાગ લેનાર યુવાઓને નિર્ણાયકશ્રીઓ દ્રારા પ્રથમ ત્રણ ક્રમ આપવામાં આવેલ. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુવા નિખાર ભુપેન્દ્રભાઈ હિરપરા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધારેલ તેઓ રાષ્ટ્રીય યુવા સંસદ દિલ્હી ખાતે તા.૮-૯/૦૩/૨૦૨૨ દરમ્યાન ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે સમગ્ર સ્પર્ધા રાજ્ય એન.એસ.એસ.સેલ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઓન લાઇન આયોજન કરવામાં આવેલ જેઓને ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા નોડલ ઓફિસર ડૉ.એ.એમ.ચોચા ચોક્સી કોલેજ વેરાવળ દ્રારા ખૂબ ખૂબ અભિનંદન સાથેદિલ્હી યુવા સંસદ સ્પર્ધામાંસોમનાથ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામા આવે છે.
