Gujarat

રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનું લાભાર્થીને વિતરણ સાથે ગામોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્ય સરકારશ્રીની છેલ્લા 20 વર્ષની કામગીરીને લઈને વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા વિવિધ ગામડાઓમાં ફરી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામડાઓમાં વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનું લાભાર્થીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો સાથોસાથ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

જૂનાગઢ જિલ્લામાં  તા.16 જુલાઈના સાંજના 4-30 કલાકે મહોબતપુર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તા.17 જુલાઈના રવિવારના દિવસે સવારના માળીયાહાટીના અને સાંજના માણાવદરના કોઠડી ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા કાર્યક્રમ મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં વિકાસ રથને બાળાઓએ કુમ-કુમ તિલક કરી આવકાર્યો હતો. અને બાદમાં ગ્રામજનોએ રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસની કામગીરીની ફિલ્મ નિહાળી હતી. આ તકે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના  પદાધીકારીઓ અને અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામના વિકાસ માટે વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

vande-gujart-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *