આજરોજ જીલ્લા સેવા સદન ખાતે યુનિયન અસંગઠીત ક્ષેત્ર કામદારોના હકો અને અધિકારો માટે લડત ચલાવતા મજુર અધિકાર મન્ચ ના કાર્યકરો ભેગા થઈ અને જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને ખેત મજુરો, કડિયા મજુરો, ઈંટ ભટ્ટા મજુરો, શેરડી કાપણી મજુરો ને લઘુત્તમ વેતન મુજબ મેહતાણું મળે તે માટે આવેદન પત્ર આપી ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. જેમાં જણાવેલ કે ગુજરાત રાજ્યમાં ખેત મજુરો માટે વર્ષો થી જુદા લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવતા હતા. અને સદર લઘુતમ વેતન માં ખાસ મોઘવારી ભથ્થા જોડવામાં આવતા નહતા. તે સંદર્ભે મજુર અધિકાર મંચની વારંવાર ની રજુઆતો અને પેરવી ને ધ્યાને લઇ રાજ્ય સરકારના શ્રમ વિભાગે ૩૦/૦૩/૨૦૨૧ ના રોજ ખેત મજુરો માટેનું લઘુત્તમ વેતન જાહેરનામાથી જાહેર કરેલ છે. અને લાખો કામદારો ને તે જાહેરનામા અસરકર્તા અને લાભ કરતા છે. સદર જાહેરનામાં જાહેર થયેથી આશરે નવ માસ જેટલો સમય વીતી ગયેલ હોવા છતાં આજ દિન સુધી જમીની સ્તર ઉપર તેનો અમલ થયેલ નથી જેનો અમલ સત્વરે થાય તેવી માંગણી કરવામાં આવેલ છે.
રેપોટર રેહાન પટેલ છોટાઉદેપુર


