રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢમાં કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડની કચેરીના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થશે. મંત્રીશ્રી સૌ પ્રથમ તા.૨-૯-૨૦૨૨ના રોજ સવારે ૯.૩૦ કલાકે કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે સરદાર બાગ ખાતેના બહુમાળી ભવનમાં કાર્યરત થવા જનાર કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડની કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. ત્યારબાદ મંત્રીશ્રી સવારે ૧૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના ઓડિટોરિયમમાં આયોજિત સમારોહમાં અને ૧૧.૦૦ કલાકે ફાર્મસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
