Gujarat

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે  

મંત્રીશ્રી દ્વારા સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક તેમજ કલેક્ટર કચેરી ખાતે મીટિંગનું આયોજન

 

જામનગર તા.૦૬ મે,આવતીકાલ તા.૦૭ મે શનિવાર થી તા.૦૮ મે રવિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૭ ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી અટલ ભવન જામનગર ખાતે અને ૦૧:૦૦ થી ૦૪:૩૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. ત્યારબાદ ૪:૩૦ કલાકથી ૦૬:૦૦ કલાક સુધી કલેકટરશ્રી સાથે જિલ્લા મેહસુલી પ્રશ્નો બાબતે બેઠક યોજશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *