મંત્રીશ્રી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે તેમજ ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંકની બોર્ડ મીટિંગમાં હાજરી આપશે
જામનગર તા.૧૧ મે, આવતીકાલ તા.૧૨ મે ગુરુવાર થી તા.૧૫ મે રવિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૧૩ના રોજ ૧૧:૩૦ કલાકે ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંક લીની બોર્ડ મિટિંગમાં હાજરી આપશે અને બપોરે ૦૨:૦૦ કલાકે તેમજ તા.૧૪ના રોજ ૧૦:૦૦ કલાક થી ૦૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.