Gujarat

રાણપુર તાલુકાના વેજલકા ગામે જુગાર રમતા 5 ઈસમો પોલીસના હાથે ઝડપાયા.

પોલીસે ૧૦,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી..
બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI પી.એસ.અસોડા તથા નિલેશભાઈ પરમાર,ગોબરભાઈ મેવાડા,ગોવિંદભાઈ સાંબડ,ગભરૂભાઈ સરૈયા સહીત પોલીસ સ્ટાફના માણસો રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન બાતમી ને આધારે રાણપુર તાલુકાના વેજલકા ગામના મનસુખભાઈ ધરમશીભાઈ સીતાપરાની વાડી પાસે લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ઈસમો ઉપર રેડ કરતા પોલીસે ૫ ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમાં ગંભુભાઈ નારણભાઈ નંડાયા રહે.વેજલકા,ભરતભાઈ મનજીભાઈ દેત્રોજા રહે.ભીમનાથ,રમેશભાઈ સવજીભાઈ સીતાપરા રહે.ચંદરવા,દિલીપભાઈ કાળુભાઈ મોરવાડીયા રહે.ખડોળ,ભીમજીભાઈ સામતભાઈ વેકરીયા રહે.ચંદરવા વાળાને રોકડા રૂપિયા ૧૦,૨૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ PSI પી.એસ.અસોડા ચલાવી રહ્યા છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *