Gujarat

રાણપુર તાલુકામાં 15 મી ઓગસ્ટની ઠેર-ઠેર ઉજવણી કરાઈ..

રાણપુર તાલુકા કક્ષાનો ધ્વજ વંદન  ગુંદા ગામે કાર્યક્રમ યોજાયો..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં 15 મી ઓગસ્ટ ની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમા રાણપુર તાલુકા કક્ષા નો ધ્વજ વંદનનો કાર્યક્રમ ગુંદા ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં રાણપુર મામલતદાર બી.પી.રાણા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.રાણપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ વિનોદભાઈ સોલંકી ને હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.રાણપુર શહેરમાં ગીતાંજલી સ્કુલ ખાતે અરવિંદભાઈ ધરજીયા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ,સનસાઈન સ્કુલ,હેત વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.તેમજ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટની જન્મભુમિ હાઈસ્કુલ ખાતે મુકુંદભાઈ વઢવાણા ના હસ્તે,મનુભાઈ શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે પ્રકાસભાઈ સોની ના હસ્તે,એન.એમ.ગોપાણી કોલેજ ખાતે વામનભાઈ સોલંકી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે ચેરમેન ગોવિંદસિંહ ડાભી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.સી.એસ.ગદાણી સ્કુલ ખાતે સંજીવભાઈ ગદાણી ના હસ્તે,સી.એસ.ગદાણી પ્રાઈમરી સ્કુલ ખાતે રાજીવભાઈ ગદાણી ના હસ્તે ધ્વજ વંદન કરાયુ હતુ,મોડલ સ્કુલ ખાતે આચાર્ય કીરીટભાઈ રાઠોડ હસ્તે ધ્વજ વંદન કરાયુ હતુ તેમજ ટેક્ષપીન બેરીંગ,RMP બેરીંગ અને RAS બેરીંગ,પોલીસ સ્ટેશન ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.તાલુકા શાળા ખાતે આચાર્ય હસમુખભાઈ પટેલ,રૂક્ષ્મણીબેન કન્યાશાળા ખાતે આચાર્ય રાજેશભાઈ પટેલ,સાંકળીબાઈ કન્યા ખાતે આચાર્ય કાળુભાઈ પઠાણ,સર્વોદય હાઈસ્કુલ ખાતે અશોકસિંહ ડોડીયા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.અને અનેક સ્કુલો માં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220815-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *