બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા હેલ્થ ઓફીસના સેજા વિસ્તારના ખસ અને જાળીલા પી.એચ.સી.ના આશા બહેનો તથા આશા ફેસીલીટીટર બહેનોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસ ખાતે આજ રોજ તારીખ 17/01/22 થી 21/01/2022 એમ કુલ 5 (પાચ) દિવસ એચ.બી.વાય.સી તાલીમ યોજવામાં આવેલ જેમાં કુલ 55 આશા બહેનો તથા 5 આશા ફેસીલીટીટર બહેનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસર ડો.મિતેષ કે સાત્યકિ ની આગેવાનીમાં યોજવામાં આવેલ. જેમાં આર.બી.એસ.કે. ડો.કોમલબેન ચાવડા, અને આરતીબેન બકરાણીયા તથા પી.એચ.સી.એકાઉન્ટન્ટ અલ્પેસ પરમાર તથા તાલુકા ફાઇનાન્સ ઓફીસર અશ્વિનભાઇ જી.બારેવડિયા એ આ તાલીમને સફળ બનાવવા ભારે જહેમત કરેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


