૧ વર્ષથી સફાઈ કરવા કોઈ નથી આવ્યુ,તાત્કાલિક ગંદકી દુર નહી થાય તો ગ્રામ પંચાયત સામે રહીશો ઉગ્ર આંદોલન કરવાના મુડમાં
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઠગલા થી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.નવાપરા ના નાકે જ આખા ગામનો કચરો નાખવામાં આવે છે તેવુ સ્થાનિક રહીશો કહી રહ્યા છે.નવાપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ની પણ કોઈ સુવીધા નથી છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ સફાઈ કરવામાં આવી નથી.નવાપરા ની શેરી સામે જ દુર્ગંધ મારતા ગંદકી ના કચરાના ઠેર-ઠેર ઢગલા ખડકાયા છે જેના લીધે નવાપરા વિસ્તારમાં ઘરે-ઘરે માંદગી ના ખાટલા છે તેવુ રહીશો કહી રહ્યા છે.આખા ગામનો કચરો નવાપરા ના નાકે નાખી ગંદકી કરે છે અને આ ગંદકી ને કારણે રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.ગ્રામ પંચાયતની કચરો લેવા આવતી રીક્ષા પણ એક વર્ષથી બંધ થતા રહીશો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.નવાપરા ના નાકે ખંડેર હાલતમાં શોચાલય છે તેની આસપાસ ગંદકી ખદબદી રહી છે જેની રજુઆત ગ્રામ પંચાયત ને અવાર-નવાર લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતા કોઈ જ પરીણામ નહી આવતા અંતે નવાપરા વિસ્તારના લોકો એ ગ્રામ પંચાયતને તાત્કાલિક ગંદકી દુર કરવા અને નિયમીત સફાઈ કરવા માંગ કરી છે જો આ સમસ્યા નો કોઈ ઉકેલ નહી આવે તો આગામી વિધાનસભા ની ચુંટણી નો બહિષ્કાર કરી ગ્રામ પંચાયત સામે આંદોલન ઉપર બેસવાની નવાપરા વિસ્તારના રહીશો એ ચિમકી ઉચ્ચારી છે..જ્યારે આ વોર્ડના ચુંટાયેલા સભ્ય ભાજપના હોય એટલે આ વિસ્તારનું કામ નથી થતુ એવુ પણ રહીશો કહી રહ્યા છે.ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,ગુજરાતમાં અને દેશ માં ભાજપની સરકાર છે તો બોટાદ જીલ્લાના રાણપુર શહેરના નવાપરા વિસ્તારના લોકો એક વર્ષ કરતા વધુ સમયથી ગંદકી વચ્ચે રહી જીવન ગુજારી રહ્યા છે તો વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવુ રહીશો ની માંગ છે..
*બોક્સ બનાવવુ_________
*


હુ ભાજપમાંથી ચુંટાયેલો છુ એટલે મારા વિસ્તારમાં કામ થતુ નથી:કાળુભાઈ ઘાઘરેટીયા,સભ્ય ગ્રા.પં.રાણપુર
આ અંગે વિસ્તારમાંથી ચુંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય કાળુભાઈ ઘાઘરેટીયાએ જણાવ્યુ હતુ કે નવાપરા વિસ્તારમાં ઘણા સમયથી ગંદકી ના ઢગલા છે અને નવાપરા ના નાકે પણ અસંખ્ય ગંદકી છે રહીશો એ મને અનેકવાર રજુઆત કરી પણ હુ ભાજપમાંથી ચુંટાયેલો છુ અને ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે એટલે મારૂ ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળતુ નથી અને મારા વિસ્તારનું એકપણ કામ થતુ નથી…..
*બોક્સ બનાવવુ_______
*


અમે એક વર્ષથી ગંદકી વચ્ચે રહી જીવન ગુજારીએ છીએ:સ્થાનિક રહીશો,નવાપરા વિસ્તાર
આ અંગે નવાપરા વિસ્તારના રહીઓ જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષથી અમારા વિસ્તારમાં ગંદકીના ઢગલા છે.શેરીના નાકે જ આખા ગામનો કચરો નાખવામાં આવે છે.દુર્ગંધ મારતુ શૌચાલય પણ ખંડેર હાલતમાં છે.ઘરે-ઘરે માંદગી ના ખાટલા છે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજુઆત કરી પણ કોઈ સફાઈ કરવા કે ગંદકી દુર કરવા આવતુ નથી.રાણપુર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ નું શાસન છે અને અમારા વિસ્તારના ચુંટાયેલ સભ્ય ભાજપના છે એટલે અમારા વિસ્તારમાં કોઈ કામ થતુ નથી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર