Gujarat

રાણપુરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા

બોટાદ જિલ્લાના રાણપુરની મોડેલ સ્કુલના આચાર્ય કે.એન રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષા કલામહાકુંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના ૬-૧૪ વર્ષના વયજૂથમાં ચિત્ર સ્પર્ધા પરમાર ચાંદની, તબલાં-વાદનમાં પરમાર મેહુલ, હારમોનિયમમાં ધરજીયા સંજય પ્રથમ ક્રમાંક,તથા તબલાં-વાદનમાં કણઝરીયા જતીન, વકતૃત્વ સ્પર્ધામાં ઓળકીયા જલ્પા  દ્વિતીય સ્થાન મેળવેલ .૧૫ થી ૨૦ વર્ષના વયજુથમાં સમૂહગીતમાં જમોડ પુરી મકવાણા જયશ્રી,બાવળિયા રીન્કલ અને ગોહિલ ભૂમિ, એકપાત્રિય અભિનયમાં પરમાર ચેતના, ચિત્રસ્પર્ધામાં વાઘેલા સંજના, તબલાં-વાદનમાં ગોહિલ સુનિલ, રાસમાં પ્રથમ ક્રમાંક તેમજ લોકગીતમાં ભડાણીયા ઉષા,નિબંધમાં ઓળકીયા રવિ,લગ્નગીતમાં સાકરિયા જ્યોતિ અને ચિત્ર સ્પર્ધામાં ગોહિલ આશા દ્વિતીય સ્થાન મેળવેલ. ૨૧ થી ૫૯ વર્ષના વયજુથમાં સુગમસંગીતમાં નિકેતા મારવાડી પ્રથમ તેમજ લોકગીતમાં કિરીટભાઈ રાઠોડ દ્વિતીય ક્રમાંક મેળવેલ હતો. શાળાનાં વિદ્યાર્થીઓ મેળવેલ સિદ્ધિને  સમગ્ર સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220905-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *