Gujarat

રાણપુરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક રાણાના ગઢની મુલાકાત લીધી

બોટાદ જિલ્લાનાં રાણપુર શહેરમાં આવેલ તાલુકાની મોડેલ સ્કુલ ના શાળાના ઇન્ચાર્જ આચાર્ય કે.એન.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ પરિચય પ્રવાસનું આયોજન થયું હતું.જેમાં રાણપુર શહેરમાં આવેલ રાણાનો ગઢ એવા ઐતિહાસિક સ્થળની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ  મુલાકાત લીધી હતી.જેમાં વિદ્યાર્થીઓએ આ સ્થળનો ઈતિહાસ જાણ્યો હતો. તેમજ શાળાના વિદ્યાર્થીઓ એકબીજાના પરિચય કેળવાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. શાળાનાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકમિત્રો એ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ  લીધો હતો. કાર્યક્રમને અંતે બાળકોને પોષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220710-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *