બોટાદ જીલ્લાના રાણપુર માં આવેલ ગીતાંજલી ગૃપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત કે.ડી.પરમાર વિદ્યાલય-કિનારા તેમજ સન સાઈન સ્કૂલ દ્વારા શિક્ષણ ની સાથે ભારત દેશના લુપ્ત થતા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે અને તેનું પેઢી દર પેઢી હસ્તાંતરણ થતું રહે તે માટે વિવિધ કાર્યક્રમો તેમજ તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ નિમિત્તે શહેર ની સન સાઈન સ્કૂલ માં ગણપતિ મહારાજની ભવ્ય મૂર્તિ નું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આજે સ્થાપન કરવામાં આવ્યું હતું અને આગામી દસ દિવસ દરમિયાન શાળાના બાળકો દ્વારા રોજ સવાર સાંજ વિઘ્નહર્તા ગણેશજીની સેવા પૂજા કરવામાં આવશે.સાથે શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા દ્વારા બાળકો તેમજ રાણપુર શહેરના ભક્તોને શાળામાં બિરાજીત ગણપતિજી નાં દર્શન કરવા આવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું…
તસવીરઃવિપુલ લુહાર


