તાલુકા સુપરવાઈઝર સહીતના અધિકારીઓ હાજર રહ્યા.
બોટાદ જિલ્લાની રાણપુર શહેરમાં તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાણપુર તાલુકાના તાલુકા ટી.બી. સુપરવાઇઝર સંજયભાઈ અને રાણપુર તાલુકાના જનરલ સુપરવાઇઝર ઓધવજીભાઈ બંને નિષ્ણાંત વ્યક્તિઓએ ટી.બી. રોગના લક્ષણો, ટી.બી દૂર કરવાના ઉપાયો, ટી.બી. રોગમાં કેવી સાવચેતી રાખવી તેના વિશે સરસ માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત દેશના પ્રત્યેક વ્યક્તિઓમાં ટી.બી. રોગ અંગેની જાગૃતિ પ્રસરે તે માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ડૉ.ડી.ડી. પરમારે આવેલા બંને નિષ્ણાંતોને આવકાર્યા હતા અને શાળાના કાર્યકારી આચાર્ય કે.એન.રાઠોડે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં શાળાના બધા સ્ટાફ મિત્રો અને બહોળી માત્રામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


