બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ કન્યાશાળા માં સંસ્કૃત ભાષા માં સંસ્કૃત વસ્તુપ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રદર્શન માં રોજિંદા ઉપયોગી વસ્તુઓનાં નામ વસ્તુ મુકીને સંસ્કૃત ભાષામાં 400 નામો લખવામાં આવ્યા હતાં આ પ્રદર્શન કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો રાણપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લિંબોલા, કેળવણી નિરીક્ષક કરણસિંહ લિંબોલા,બી.આર.સી. રમેશભાઈ રાઠોડ શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને શાળાની વિદ્યાર્થિનીઓને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું .આ સંસ્કૃત વસ્તુ પ્રદર્શની જન્મભૂમિ હાઈસ્કુલના તમામ વિધાર્થી તથા તેમના શિક્ષકોએ પણ નિહાળી હતી માં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ મુકેશભાઈ ઈઢારિયા દ્વારા કરવામાં આવ્યું હતું..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


