હાલ સમગ્ર દેશ માં ગણેશ ઉત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.કોરોના વાયરસના કારણે બે વર્ષ સુધી સાદાઈ થી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ વખતે સરકાર દ્વારા ગણેશ ઉત્સવની તમામ પ્રકારની છુટછાટ આપવામાં આવી છે જેને લઈને બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગીતાંજલિ કેમ્પ સંચાલિત સનસાઈન સ્કુલ ખાતે ભવ્યરીતે ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે.સનસાઈન સ્કુલ ખાતે દરેક તહેવારની ઉજવણી ધામધુમ પુર્વક કરવામાં આવતી હોય છે.ત્યારે આ વખતે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરોજ ગણપતીદાદ ને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે આજરોજ ગણપતીદાદા ને વિવિધ જાતના શાકભાજી નો ભવ્ય અને અદભૂત અન્નકુટ ધરાવામાં આવ્યો હતો તેમજ રાસ ગરબા નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.શાકભાજી નો દિવ્ય શણગાર સાથે વિવિધ શાકભાજી નો અન્નકુટ ના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો સનસાઈન સ્કુલ ખાતે ઉમટી પડ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

