બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)એ સમગ્ર જીલ્લામાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય તથા ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા ની સુચના હેઠળ રાણપુર પોલીસ સ્ટાફના ગોબરભાઈ મેવાડા,ગભરૂભાઈ સરૈયા,મનહરસિંહ પરમાર ખાનગી વાહનમાં રાણપુર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન બાતમી ને આધારે રાણપુરમાં ભાદર નદીના સામા કાંઠે રહેતા રોહિત(ઉર્ફે.ભુરો)મુન્નાભાઈ રણેરા પોતાના ઘરે ફળીયામાં દેશી દારૂ નુ વેચાણ કરતા પોલીસે રેડ કરતા પોલીસે 30 લીટર દેશી કીંમત રૂ.600 નો ઝડપી લીધો હતો જ્યારે દારૂ વેંચનાર ઈસમ ઘરે હાજર નહી મળી આવતા પોલીસે તેના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ ગોબરભાઈ મેવાડા ચલાવી રહ્યા છે..
|
ReplyForward
|
