ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં ધોરણ 8 થી 12ના કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વિઝ, વિજ્ઞાન મોડલ, નાટક ,શિક્ષકોના મોડલ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.આ સ્પર્ધા સમગ્ર રાજ્યના બાળકો સાથે હોય છે. જેમાં રાતૈયા પ્રાથમિક શાળાના બાળકો પેઢડિયા ખુશી, પેઢડીયા તીર્થ, પેઢડીયા મહેક વાગડિયા ક્રિષ્ના, જાડેજા વિશ્વરાજ, જાડેજા હરભદ્ર એ શાળાના વિજ્ઞાનશિક્ષક કવિતાબેન ભટાસણાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધેલ છે.આ બાળકોએ પરમાણુ ઊર્જા માટે ભારતની શોધ ૭૫ વર્ષના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરેલ છે.

