Gujarat

રાધનપુર પોલીસ સ્ટેશનનો રાઈટર ૧૦ હજારની લાંચ લેતા પાટણ એસીબીના હાથે ઝડપાયો

પાટણ
પાટણ જીલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર ને પાટણ એસીબીએ ૧૦ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જીલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટરને પાટણ એસીબીએ રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.લાંચિયા પોલીસકર્મીએ ફરિયાદીના પિતાની ધરપકડ નહિ કરવા અને હેરાન નહિ કરવા,આગોતરા જમીનમાં અરજી સુધી આરોપી નહિ પકડવા માટે રાઈટર પારસ ચૌહાણે ૧૦ હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ ના નાણાં આપવા માંગતા ના હોય તેમણે પાટણ એસીબી નો સંપર્ક સાધી લાંચીયા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદપાટણ એસીબી ના પી.આઈ. જે .પી.સોલંકી અને તેમના સ્ટાફ દ્રારા લાંચિયો પોલીસકર્મીને ૧૦ હજાર ની લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *