Gujarat

રાધનપુરમાં ઘરની બહાર રમતી માસૂમ દિકરીને ગાડીએ કચડી નાંખી

પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે દુધ આપવા આવેલા વાન ગાડી ચાલકે પોતાની વાત ગફલત ભરી રીતે હંકારી ઘરની બહાર રમી રહેલી પુનમ નામની દીકરીને ગાડી નીચે કચડતા તેણી ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રાધનપુરના રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. મૃતક માસૂમની લાશનુ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરી લાશને વાલી વારસાને સોંપવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ રાધનપુર પોલીસને કરતા રાધનપુર પોલીસે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા નજુપુરા ગામે ઘરની બહાર રમી રહેલી માસૂમ દીકરી ઉપર દુધ આપવા આવેલ ગાડીના ચાલકે ગફલતભરી રીતે પોતાની ગાડી હંકારતા માસુમ બાળકી કચડાતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે માસુમને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરા દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *