રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શસ્ત્રેણ રક્ષિતે રાષ્ટ્રે શાસ્ત્રપૂજા ભીધિયતે.
સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રહેવા માટે સજ્જનો પાસે મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી હોવી જ જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ના રામપુરા લાટ ગામમાં મુકેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલે સમાજ સમક્ષ એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમના ચિરંજીવી પુત્ર જયના લગ્ન તા- ૯ અને ૧૦ ના રોજ હતા. જેમાં મોસાળામાં વળતર રૂપે તેમણે બધા જ સગાં વહાલાંને મહાસરસ્વતી અર્થાત આપણા પ્રાચીન વારસો જેમ કે રામાયણ, મહાભારત, હરિવંશ ના રૂપમાં ઉપહાર સ્વરૂપ આપ્યા હતા.
સાથે સાથે મા ઉમિયા ના પ્રતીક રૂપે દરેક સગા-સંબંધીઓને અને ગ્રામજનોને તલવાર ભેટ કરી હતી. અને મહાલક્ષ્મીના પ્રતીક રૂપે ચાંદીના સિક્કા આપ્યા હતા.
લગ્નોમાં જ્યાં આજકાલ મોસાળામાં વળતર રૂપે ધાબળા-શાલ અને કવર આપવાનું જ ચલણ છે ત્યારે મુકેશભાઈની આ નવી પહેલ સમાજ માટે ઉદાહરણ રૂપ છે.
ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ દાદાજીના વિચારો સાથે, સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે ગત 27 વર્ષથી જોડાયેલા છે


