Gujarat

રામોલમાં ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ લોકો ફસાયા

અમદાવાદ
રામોલ પોલીસ ચોકી પાસે કેનાલ પાછળ બંધ પડેલી ટ્રક પાછળ લક્ઝુરિયસ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ૫ લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફસાયેલા તમામને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરબ્રિગેડને જાણ કરતા ફસાયેલા ૫ લોકોને ફાયરના જવાનોએ હાઇડ્રોલિક કટર બ્રેકર અને કોમ્બી ટૂલની મદદથી સમગ્ર કામગીરી દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. કટરથી તમામ બાજુએથી દરવાજા કાપી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાઓ અને બેભાન અવસ્થામાં પાંચને હોસ્પિટલ ખસેડાયા હતા. નંબરપ્લેટ વગરની નવી જ કાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદના રામોલ પોલીસ ચોકી પાસે કેનાલ રોડ પર બંધ પડેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતાં થયેલા અકસ્માતમાં પાંચ લોકો કારમાં ફસાયા હતાં. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ સાથે ફાયર જવાનો હાઇડ્રોલિક કટર બ્રેકર અને અન્ય અદ્યતન સાધનો સાથે ત્યાં પોહચ્યા હતા. પાંચેય લોકોનું ફાયરબ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપેરશન કરવામાં આવ્યું હતું. તમામને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *