નસવાડી તાલુકો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે તાલુકામાં ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે સરકાર દ્વારા ગામડામાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે છતાંય પાણીની સુવિધા થતી નથી જેણે લઇ ફળીયા કનેક્ટિવિટી અંતર્ગત ગામમાં પાણીની સુવિધા માટે ગામ નજીક ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવે છે
ત્યારે રાયપુર ગામે R. C. C. ટાંકીનું કામ હાલ ચાલી રહ્યું છે પરંતુ આ ટાંકીના બીમ કોલમનું કામ કરાયું છે તે કામમાં એજન્સીએ ભષ્ટ્રાચાર કર્યો હોઈ ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો આડેધડ લાઈન લેવલ વિનાનું R. C. C. ટાંકીનું કામ કરાતું હોઈ રાયપુરના ગામલોકોએ બની રહેલ ટાંકી નું મટેરિયલ્સ તેમાં રેતીમાં એકલી માટી આવીછે તે બતાવી વિરોધ કર્યો હતો
પાણી માટે દુઃખ ભોગવતા ગ્રામજનો માટે R. C. C. ટાંકીનું કામ સરકારે વર્ષો બાદ મંજુર કર્યું છે તેણે જોવા વાળું કોઈ નથી નું ગ્રામજનો એ જણાવી વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ચાલુકામ દરમ્યાન છોટાઉદેપુર પાણી પુરવઠા ના એકપણ સાહેબ દેખાઈ પડ્યો નથી એજન્સી દ્વારા કેવી સિમેન્ટ રેતી કપચી કેવો માપ જાણે એજન્સી ને કોઈ કહેવા વાળું ન હોય તેમ કામ કરતા હોય ગ્રામજનો ભષ્ટ્રાચાર બંધ કરોના સુત્રોચાર કર્યા હતા અને કાર્યપાલક ઈજનેર જાતે ટાંકી ના કામ ઉપર આવે અને ગ્રામજનોને બતાવે કે કામ નિયમ મુજબ થાય છે કે નહીં તેની તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


