સ્પેશ્યલ પોસ્ટલ કવરનું વિમોચન
જામનગર તા.૨૬ માર્ચ,ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા તા. ૨૫-૦૩-૨૦૨૨ના રોજ જામનગર ખાતે આવેલઇન્ડીયન નેવલ શીપ(INS)વાલસુરાને રાષ્ટ્રની વિશિષ્ઠ સેવામાં ૭૯ વર્ષ પૂરા કરવા બદલપ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ’સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની યાદમાં INS વાલસુરા દ્વારા SPECIAL COVER બહાર પાડવામાં આવેલ છે. શ્રી જીતેન્દ્ર ગુપ્તા ચીફ પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ દ્વારા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિને SPECIAL COVERસાથેનું એક આલ્બમ રજૂ કરવામાં આવેલ જેનું વિમોચન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રાકેશ કુમાર પોસ્ટમાસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન રાજકોટઅને શ્રી જી.પી.તાલગાંવકર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ જામનગર ઉપસ્થિત રહ્યા હતા.
