Gujarat

રોગાદિક આપત્કાળ આવી પડે તો પોતાની અને બીજાની રક્ષા થાય એમ રહેવું…૧૯૬મી શિક્ષાપત્રી જયંતિ  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
વસંતપંચમી ના શુભદિને જીવનપથ દર્શિની શિક્ષાપત્રીનું આલેખન થયું  છે.
સંવત ૧૮૮૨ મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી, તારીખ ૧૨-૨-૧૮૨૬ આ પવિત્ર દિવસે સર્વજીવ હિતાવહનો સંદેશો આપતો મહામુલા ગ્રંથ ની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ ખાતે કરી હતી.
માનવને જીવન જીવવા માટે આજ્ઞા સાથે જીવ પ્રાણી માત્રનું હિત થાય એવા શુભ આશયથી આ ગ્રંથ નું આલેખન થયેલું છે.
સમયને અનુરૂપ એક અતિ આવશ્યક આજ્ઞા જોઈએ તો ગ્રંથના  ૧૧૯માં શ્લોક માં કહ્યું છે કે રોગાદિક આપત્કાળ આવી પડે તો પોતાની અને બીજાની રક્ષા થાય એમ રહેવું . કોરોના જેવી મહામારી માંથી બચવા આ જ આજ્ઞા અતિ ઉપયોગી છે અને આજ્ઞા સાર્થક પણ છે.
આવી નાની મોટી દરેક આજ્ઞાનું પાલન ઉત્તમ મનુષ્ય જીવન જીવવા માટે જરૂરી છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા સહુકોઈ આ ગ્રંથની રીતી પ્રમાણે જીવન પ્રણાલીને અનુસરે તો અનેક પ્રશ્નો હલ થઈ જાય અને બધાનું જીવન આસાન બની જાય.
ટ્રેસ વાળી આ જીંદગીમાં લોકો અંતિમ પગલું આત્મહત્યા તરફ વાળે છે ત્યારે આ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ પણ પ્રકારે મુંઝાઈ ને પણ એ માર્ગ તરફ ન જવું. પરંતુ સાચા સંત પાસેથી ભુલનું પ્રાયશ્ચિત રૂપે નવો માર્ગ અપનાવવો.
  અલ્પ આયુષ્યના માનવને બધા ગ્રંથોનો અભ્યાસ ન થઈ શકે પરંતુ શિક્ષાપત્રીનું પઠન કરે એટલે અનેક ગ્રંથનો સાર અને રહસ્ય પ્રાપ્ત કરી શકે. વિદ્વાન તથા સામાન્ય માણસ આ ગ્રંથને સરળ રીતે સમજી શકે એટલી રસાળ અને સરળ શૈલીમાં લખાયેલો છે. આજ્ઞા રુપી પાંખડીઓના સમુહનું પુષ્પ એટલે શિક્ષાપત્રી.
સમગ્ર માનવજાતને ભ્રષ્ટાચારે પોતાના ભરડામાં લીધું છે ત્યારે ગાગરમાં સાગર જેવા આ ગ્રંથનો ૨૬મો શ્લોક યાદ આવે કે વ્યવહાર કાર્ય માટે પણ કોઈની લાંચ લેવી નહીં તથા લાંચ આપવી પણ નહીં.
આવી નાની મોટી અનેક આજ્ઞા રૂપી જીવન સંદેશ ન માત્ર મનુષ્ય પરંતુ જીવ પ્રાણી માત્ર માટે હિતકારી છે.એટલે કે સર્વજીવ હિતાવહ છે.
   આલેખન
સાધુ હરિદર્શનદાસ (SGVP)

IMG-20220203-WA0483.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *