Gujarat

રોજ પેન્શન અદાલત યોજાશે 

આગામી તા. ૦૪/૦૬/૨૦૨૨ના શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી પેન્શન અદાલત યોજવામાં આવશે. જેમાં જિલ્લા તિજોરી કચેરી, છોટાઉદેપુર પેન્શન મેળવતા પેન્શનરો ભાગ લઇ શકશે.
જિલ્લા તિજોરી અધિકારી, છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર તા. ૦૪/૦૬/૨૦૨૨ના રોજ આયોજી કરવામાં આવેલ પેન્શન અદાલતમાં ભાગ લેવા માંગતા પેન્શનરોએ તેમના પડતર કેસો માટે જિલ્લા તિજોરી અધિકારીની કચેરી, છોટાઉદેપુર, https://financedepartment.gujarat.gov.in/ અથવા https://dat.gujarat.gov.in પરથી નિયત ફોર્મ મેળવી રજૂઆતને લગતી વિગતો ભરી તા. ૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, બ્લોક નં. ૧૭, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવા જણાવ્યું છે. પેન્શનરો https://bit.ly/pension-adalatની લીંકમાં જઇ ગુગલફોર્મમાં વિગતો ભરીને પણ ફોર્મ જમા કરાવી શકશે એમ જિલ્લા તિજોરી અધિકારી એન.એસ.ચૌધરી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *