Gujarat

લઠ્ઠાકાંડના પીડીત પરીવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્રારા મૌનરેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ..

પીડીત પરીવારજનોને ૧૦ લાખની સહાયની માંગ..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલા પરીવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે રાણપુર બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મૌનરેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ધંધુકા,બરવાળા અને રાણપુર પંથકમાં થયેલ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલ લોકોના પરીવારજનોને સરકાર ઝડપી ન્યાય આપે અને દરેક પીડીત પરીવાર ને ૧૦-૧૦ લાખની આર્થિક સહાય ની માંગ સાથે મૌનરેલી યોજી રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આ માંગણી નહી સ્વીકારાય તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.આ મૌનરેલી માં અખીલ ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા સહીત રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા,રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજ કોઠારીયા સહીત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220729-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *