Gujarat

લમ્પી વાયરસ, મંકી પોકસનો પગ પેસારો અટકાવવા સંદર્ભેની બેઠક જૂનાગઢ કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને યોજાઇ

જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસ અને મંકી પોકસ વગેરેનો પગ પેસારો અટકાવવા સંદર્ભેની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ ઉપરાંત કલેકટરશ્રીએ અમૃત સરોવર, ગતિશકિત પોર્ટલ, નલસે જલ પ્રોજેકટ અંગે પણ અધિકારીઓને એકશન મોડમાં કામ કરવાની તાકિદ કરી હતી.

આ તકે તેમણે કહયુ સુચના આપી હતી કે જૂનાગઢ જિલ્લામાં શંકાસ્પદ પશુઓના આઇસોલેશન, પશુ વેકશીનેશન, મચ્છર અટકાવવા માટે સધન સ્વચ્છતા અભિયાન – દવા છંટકાવ સહિતની પ્રવૃતિને વધુ વેગવાન કરવાની રહેશે. પશુઓની તપાસ કરવા તેમજ બિમાર પશુઓને ઝડપથી સારવાર આપવા જોઇએ.

આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ  કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, પ્રાંત અધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *