Gujarat

લાલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની નિમણુંક માટે અરજીઓ મંગાવાઈ

લાલપુર તાલુકામાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ અરીખણા પ્રાથમિક શાળા, ખડખંભાળીયા, ખેંગારપર પ્રાથમિક શાળા, ડેરાછિકારી પ્રાથમિક શાળા, નવાણીયા પ્રાથમિક શાળા, મેઘનુંગામ પ્રાથમિક શાળા, મોડપર તાલુકા શાળા, મોડપર વાડી-૧, મોટા પાંચસરા પ્રાથમિક શાળા, મોટા ભરૂડીયા પ્રાથમિક શાળા, વલ્લભપુર પ્રાથમિક શાળા, વિજયપુર પ્રાથમિક શાળા, સણોસરા પ્રાથમિક શાળા, સેવક ભાટિયા પ્રાથમિક શાળા, હરિપર કન્યા શાળા, મોડપર વાડી-૪, વાવડી-વિરેશ્વર વાડી શાળા, નાના ખડબા વાડી શાળા, આરબલૃસ વાડી શાળા, જશાપર વાડી શાળા, જોગવડ નેશ, ટેભડા વાડી શાળા-૨, સણોસરા વાડી શાળા-૧, નવાગામ વાડી શાળા, ભણગોર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી કેન્દ્ર સંચાલકની જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવનાર છે.

 

જે માટે એસ.એસ.સી. પાસ અને ૨૦ થી ૫૫ વર્ષની મર્યાદા ધરાવતા તેમજ કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ તા.૨૮-૦૨-૨૦૨૨ સુધીમાં નિયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહીલાઓ તથા સ્થાનીક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે. નહી. નિયત નમુનાના અરજી ફોર્મ મામલતદાર કચેરી લાલપુરનાં કામકાજના સમય દરમ્યાન (મભયો શાખા) માંથી વીના મુલ્યે મળી શકશે.

 

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *