Gujarat

લીમખેડા પાસે ટ્રક-કાર અકસ્માતમાં ૩ લોકોના મોત

લીમખેડા
અમદાવાદ નગરપાલિકામાં ડ્રાઇવર અને મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના પલાસડોર મુકામે રહેતા કાંતુંભાઈ રેવસીગભાઈ ડામોર રવિવારે પોતાની મારુતિ કારમાં પત્ની પ્રેમીલાબેન તથા ૨ વર્ષીય પુત્રી નયનાબેન, ૬ વર્ષીય પુત્રી પ્રિયંકાબેન, ૪ વર્ષીય પુત્ર સુક્રમભાઈ તથા કાકણવાણી મુકામે રહેતા સંબંધી રામાભાઇ જામુભાઈ સંગાડિયાને કારમાં બેસાડી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે લીમખેડા લીમડી રસ્તા ઉપરના સાષ્ટા ગામે સરજુમી ત્રણ રસ્તા પાસે સામેથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે સામેથી મારુતિ કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત કાંતુભાઇ ડામોર તેમની પત્ની પ્રેમીલાબેન ડામોર ૨ વર્ષીય પુત્રી નયનાબેનને ગંભીર ઇજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ ત્રણેયના મોત નિપજ્યા હતા. કાકણવાણીના રામાભાઇ સંગાડીયાને પણ ગંભીર હોઇ ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં છે. રેવસિંગભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગમખ્વાર અકસ્માતમાં માતા-પિતા અને નાની બહેન ગુમાવી દેનાર કારમાં સવાર મૃતકની ૬ વર્ષીય પુત્રી પ્રિયંકાબેન તથા ૪ વર્ષીય પુત્ર સુક્રમભાઈનો આબાદ બચાવ થયો હતો.

Husband-wife-daughter-killed-in-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *