Gujarat

લીલીયા મોટા ના ભાભા માર્કેટિંગ યાર્ડ ખાતે DYSP ભંડેરી સાહેબ ને આવેદન અપાયું

આજ રોજ લીલીયા મોટા ખાતે DYSP જે.પી.ભંડેરી સાહેબ ને  લીલીયા તાલુકા ના નાના રાજકોટ માં બનેલ ચોરી અને હત્યા ના બનાવ સંદર્ભે આજ રોજ સર્વ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવ વા માં આવેલ જેમાં જણાવેલ કે લીલીયા તાલુકા માં કોઈ રોજગાર ન હોવા થી રોજગારી અર્થે સુરત રાજકોટ અમદાવાદ જેવા શહેરો માં વસવાટ કરવો પડે છે અને આવા યુવાનો ના માતા પિતા ને શહેર ની ભાગદોડ વાળી ઝીંદગી માફક આવતી નથી જેથી તેમના વૃદ્ધ માતા પિતા મોટા ભાગે વતન માં ગામડે રહી ખેતી તેમજ અન્ય વ્યવહારિક કાર ભાર સંભાળતા હોય છે જેથી આવા વૃદ્ધ ને ગુનેહગારો એકલા ભાળી લૂંટ ના ઇરાદે ઈજા ઓ પહોંચાડે છે અને ઘણી વાર આવા ઇજાગ્રસ્ત વૃદ્ધ મોત ને ભેટે છે જેમાં આરોપી ને તાત્કાલિક પકડી ને કડક માં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવેલ છે તેમજ CCTV કેમેરા તેમજ  પોલીસ પેટ્રોલિંગ  વધારવા માં આવે તેવી માંગણી ઓ DYSP ભંડેરી સાહેબ ને આવેદન આપી કરવા માં આવેલ છે આ તકે લીલીયા તાલુકા ના ખેડૂતો રત્નકલાકારો વેપારી મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી

AddText_09-19-11.04.10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *