Gujarat

લુણાવાડમાં ટ્રક અને બાઈકના અકસ્માતમાં ૪ના મોત

મહિસાગર
મહિસાગરના લુણાવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસે મામલો શાંતિથી સંભાળ્યો હતો અને ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપતીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને ટક્કર લાગતા સવાર દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા જેમાં બંન્નેનું મોત થયું હતું. તો અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. બે દિવસ પહેલા પણ સંતરામપુરમાં પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રતાપપુરા ગામથી તુફાન ગાડીની ઉપર અને અંદર આશરે ૩૦ જેટલા જાનૈયાઓ બેસીને મોડાસા જવા નીકળ્યા હતા. ગાડી સંતરામપુરના કેળામુળ ગામ પાસે ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરપાટ હકારતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં ગાડી ખેતરના ૫ ફુડ ઉડા ખાડા ખાબકીને પલટી ખાઆ ગઇ હતી. જાનૈયાઓની બુમાબુમાથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. ગાડી પલટી ખાતા ૧૩ જાનૈયાઓને ઇજા પહોચી હતી. જયારે ૩ વર્ષની બાળકી ખાંટ હનીબેન કરણભાઇને ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત બન્યો છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર જઇ રહેલા માતા, પિતા સહિત બે બાળકોના મોત નીપજતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મોડીરાતે થયેલા આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. . જાેકે, મામલો બીચકે તે પહેલા જ સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે.

Husband-and-wife-and-two-children-killed-when-truck-collides-with-bike.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *