મહીસાગર
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતેના ઇન્દિરા મેદાન ખાતે દેશને એકજુટ કરવા માટે બહુમૂલ્ય યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ નિમિતે મહીસાગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના “રન ફોર યુનિટી” કાર્યક્રમ કલેક્ટર ભાવિનભાઈ પંડ્યાની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિના મનમાં એકતા અને અખંડિતતાનો ભાવ જાગૃત થાય તે હેતુસર “એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી કા અમૃત મહોત્સવ”ની થીમ સાથે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેનો શુભારંભ ઇન્દિરા મેદાન ખાતેથી કરવામાં આવ્યો.મહાનુભાવોએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. જેમા શહેરીજનો અને બાળકો જાેડાયા હતા. કલેક્ટરે લૂણેશ્વર પોલીસ ચોકી પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને બાળકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, યુવા વિકાસ અધિકારી, બાળકો સહિત નગરજનો જાેડાયા હતા.


