અમદાવાદ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વૈષ્ણૌદેવી સર્કલ પાસે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે આજે હું કહેવા માગું છું કે ભાજપે આખા દેશને ડરાવીને રાખ્યો છે. સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાતમાં પંજાબમાં હું એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયો હતો અને હે વીડિયો વાઇરલ થયો હતો ગુજરાતમાં છું અને એક રિક્ષાચાલકે મને ઘરે જમવાનું કીધું છે તો હું તેમના ઘરે જમવા જઈશ. આજ દિન સુધી ભાજપના કોઈ મુખ્યમંત્રીના ઘરે ગયા છે ? અમે તમારા છીએ. મને દિલ્લીના રિક્ષાચાલકો પ્રેમ કરે છે.કોરોનામાં લોકડાઉનમાં દિલ્હીમાં અમે બે વાર રૂપિયા ૫૦૦૦ રીક્ષાચાલકોને આપ્યા છે. ગુજરાતમાં કેટલા પૈસા આપ્યા છે ? સરકારી સ્કૂલમાં કેવી શિક્ષણ છે ? બેકાર છે કે સારી છે ? અમારી સરકાર બનાવો હું તમારા બાળકોને ડોકટરો અને એન્જિનિયર બનાવીશ. સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે અને મજબૂરીમાં ભણાવે છે.અરવિંદ કેજરીવાલની ફ્રીની રેવડી સૌને જાેઈએ છે. અમે મફતની રેવડી આપીશું. ભાજપ કહે છે કે અમે મફતની રેવડી નહિ આપીએ એટલે સરકારી સ્કૂલોમાં સારું શિક્ષણ નહિ આપીએ એટલે આ લોકોને વોટ આપવાની જરૂર નથી અમને વોટ આપો. કેવા હિન્દૂ લોકો છે આ લોકો, હિન્દુ ધર્મમાં બીમાર લોકોને સારવાર કરાવવી પૂણ્યનું કામ છે. મફતમાં સારવાર થાય તો પણ આ લોકોને નથી કરવા માંગતા. હું મફતમાં સારવાર આપીશ.સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે. અમારી સરકાર બનાવો એટલે માર્ચ મહિનાથી તમારા બિલ ઝીરો આવશે. ???????મુખ્યમંત્રી અને મંત્રીઓને ૪૦૦૦ યુનિટ મફત મળે છે પરંતુ ૩૦૦ યુનિટ લોકોને આપીએ તો તેમને તકલીફ પડે છે. અમને મહિલાઓના ખાતામાં ૧૦૦૦ આપીશું પરંતુ તમે તેમના પાસેથી દારૂ પીતા નહીં.ગુજરાતમાં દરેક રિક્ષાચાલકો જે પણ મુસાફરો બેસે તેમને કહો આમ આદમી પાર્ટીને વોટ આપો. દિલ્લીમાં રિક્ષાચાલકોએ આ રીતે કર્યું હતું. આ લોકો દ્વારા એમએલએને ખરીદવામાં આવે છે, ઝેરી દારૂ વેચવામાં આવે છે. અમને એક મોકો આપો. દિલ્લી અને પંજાબમાં લોકોએ અમને મોકો આપ્યો છે ગુજરાતમાં એક મોકો આપો તો તમારી સાથે મળી બદલાવ લાવીશું. ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા કેટલાય મહિનામાં અહીંયા આવ્યું છે. જે પકડાયું હોવાનું જાહેર થયું છે. જે નથી પકડાયું તે કેટલું હશે? મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવે છે, જેને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે. ભ્રષ્ટાચાર અને તેમના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે યુવાનોને દાવ પર રાખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ છે અને અહીંયાથી આખા દેશમાં સપ્લાય થાય છે, એટલે દેશ અને ગુજરાતના યુવાનો તેને લે છે. ગુજરાતમાંથી ડ્રગ્સ પંજાબ અને અન્ય રાજ્યોમાં જાય છે તે બંધ થવું જાેઈએ. ડ્રગ્સ ગુજરાતમાંથી પંજાબમાં જાય છે અને ઘણી વખત ગુજરાત અને પંજાબ પોલીસ સાથે મળી અને આ ડ્રગ્સ પકડે છે. તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈપણ ધારાસભ્ય, મંત્રી કવ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નહીં કરે. દોષીતોને કડક સજા અપાવીશું. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે.


