વિઓ: ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને હકીકત મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુના કામે વોન્ટેડ આરોપી પંડિતભાઇ દામનભાઇ તડવી રહે.સિમલઘોડા નિશાળ ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર નાનો પોતાના ઘરે હાજર હોય તેવી મળેલ હકીકત આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સિમલઘોડા ગામે આરોપીના ઘરે ચેકીંગ કરતા બાતમી હકીકત મુજબ બોડેલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૨૦૭૬૩ / ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ એ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી પંડિતભાઇ દામનભાઇ તડવી નાઓ તેના ઘરે હાજર મળી આવતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


